Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે આબ્નેરે ઈશ-બોશેથનાં વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? આજે તારા પિતા શાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજે આ સ્‍ત્રી વિષે તું મારા પર દોષ મૂકે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એથી આબ્નેર ક્રોધે ભરાયો. તેણે કહ્યું, “તું એમ માને છે કે હું વિસાત વિનાના યહૂદિયાનો સેનાપતિ છું? શું હું એના પક્ષનો છું? શરૂઆતથી જ તારા પિતા શાઉલ, તેના ભાઈઓ અને તેના મિત્રોને હું વફાદાર રહ્યો છું અને મેં તને દાવિદના હાથમાં સોંપી દીધો નથી. છતાં આજે એક સ્ત્રી સંબંધી તું મારા પર આક્ષેપ મૂકે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આ સાંભળીને આબ્નેર બોલ્યો, “શું હું યહૂદાના કૂતરાનું માંથુ છું? આજપર્યંત હું તારા પિતા શાઉલના કુટુંબને, તેના ભાઈઓને, મિત્રોને અને બીજાઓને વફાદાર રહ્યો છું. અને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી; અને છતાં હવે તું આ સ્ત્રી માંટે થઇને માંરા ઉપર ગુસ્સે થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:8
16 Iomraidhean Croise  

ત્યારે સરુયાના દિકરા અબિશાયે રાજાને કહ્યું, “આ મૂએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ આપે? કૃપા કરીને મને જવા દો કે, હું તેનું માથું કાપી નાખું.”


હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો.


તો હવે તે કામ કરો; કેમ કે યહોવાએ દાઉદ વિષે કહ્યું છે, ‘મારા સેવક દાઉદને હાથે હું મારા ઇઝરાયલ લોકને પલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’


જો, જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે, ‘હું શાઉલના કુટુંબના હાથમાંથી રાજ્ય લઈ લઈશ, અને તારું રાજ્યાસન ઇઝરાયલ પર અને યહૂદિયા પર, દાનથી તે બેરશેબા સુધી સ્થાપીશ.’


ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


તેણે નમસ્કાર કરીને કહ્યું, “તમારો દાસ કોણ કે, મારા સરખા મૂએલા કૂતરા પર તમે રહેમનજર રાખો?”


પણ હઝાએલે કહ્યું, “તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે?” એલિશાએ ઉત્તર આપ્યો, “યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યાં છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ જ.


વેશ્યાની કે કૂતરાંની કમાણી કોઈ માનતા ઉતારવા માટે તારે યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવવી નહિ; કેમ કે એ બન્‍ને કમાણી યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.


શમુએલે તેને કહ્યું, “યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે.


અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે લાકડી લઈને મારી સામે આવે છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan