Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 અને આજે હું રાજા તરીકે અભિષિકત થયો હતો. સરૂયાના આ પુત્રોએ મને ઘણી પીડા પહોચાડી છે, દેવ તેઓને લાયક સજા કરે!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:39
30 Iomraidhean Croise  

રાજાએ કહ્યું, “હે સરુયાના દિકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે, ‘દાઉદને શાપ આપ;’ તો એવું કોણ કહી શકે કે તેં એમ કેમ કર્યું છે?”


અને તમે અમાસાને કહો કે, તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજૂરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ ન થાય, તો ઈશ્વર એવું ને એ કરતાં પણ વધારે મને કરો.”


દાઉદે કહ્યું, “સરુયાના દિકરાઓ, તમારી સાથે મારે શી લેવા-દેવા છે કે, તમે આજે મારા વૈરી થયા છો? શું આજે ઇઝરાયલમાં કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયલનો રાજા છું?”


અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે નથી જાણતા કે આજે ઇઝરાયલમાં એક સરદાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”


દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.


પછી દાઉદ રાજાએ સમગ્ર પ્રજાને કહ્યું, “મારો પુત્ર, સુલેમાન, જેને એકલાને ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજુ જુવાન અને બિનઅનુભવી છે, ને કામ મહા મોટું છે, કેમ કે એ મહેલ માણસને માટે નહિ, પણ યહોવા ઈશ્વરને માટે છે.


અને હલકા તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા છે, રહાબામ જુવાન ને બિનઅનુભવી હોવાથી તેમની સામે થવાને અશક્ત હતો, ત્યારે તેની સામે તેઓ લડવાને તૈયાર થયા.


સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ.


તેઓનાં કૃત્ય પ્રમાણે, અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો. તેઓને યોગ્ય બદલો આપો.


વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે; તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.


તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.


હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ; પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.


જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે, તે નિશ્ચે માર્યો જાય.


ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાની આંખો વડે બધી ભૂંડાઈ વિખેરી નાખે છે.


તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, તો તેનું રાજ્યાસન નેકીમાં સ્થિર થશે.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


ત્યારે સિદકિયા રાજાએ કહ્યું, “જુઓ, તે તમારા હાથમાં છે, કેમ કે રાજા તમારી [ઈચ્છાની] વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”


ત્યારે રાજાએ હુકમ કર્યો, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “તારો ઈશ્વર જેની તું હમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે.”


પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે.


કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે ઈશ્વરનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર‌ છે.


એલેકઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. તેનાં કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે.


શખેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો. અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan