Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 નેરના દિકરા આબ્નેરને તો તમે ઓળખો છો કે, તમને છેતરવા, તમારી હિલચાલ જાણી લેવા તથા તમે જે કરો છો તે બધાથી માહિતગાર થવા માટે તે આવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તે તમને છેતરવા માટે અને તમે શું કરો છો, ક્યાં જાઓ છો એ બધું જાણવા આવ્યો હતો. તમે તો એ બધું જાણો જ છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તમે નેરના પુત્ર આબ્નેરને જાણો છો! એ તમને છેતરવા અને તમાંરી બધી હિલચાલની જાસૂસી કરવા આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:25
16 Iomraidhean Croise  

અને તેણે તેઓને કહ્યું, “એમ નહિ, પણ દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.”


તમે તમારામાંથી એકને મોકલો, તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારુનના જીવના સમ [ખાઈને કહું છું] કે તમે જાસૂસ જ છો.”


અને યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં તે તેને સાંભરી આવ્યાં, ને તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છો. દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.”


પણ આમ્મોનપુત્રોના સરદારોએ પોતાના મુરબ્બી હાનૂનને કહ્યું, “દાઉદે તમારી પાસે દિલાસો દેનારાને મોકલ્યા છે, તેથી શું તમે એવું ધારો છે કે તે તમારા પિતાનું સન્માન કરે છે? શું નગરની તપાસ કરવા, તેની બાતમી કાઢવા તથા તેને પાયમાલ કરવા દાઉદે પોતાના ચાકરોને તમારી પાસે મોકલ્યા નથી?”


ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તમે [આ] શું કર્યું છે? જો, આબ્નેર તમારી પાસે આવ્યો, ત્યારે તમે તેને વિદાય કરી દીધો, ને તેતદન જતો રહ્યો, એમ કેમ?


યોઆબ દાઉદ પાસેથી બહાર નીકળ્યો, એટલે તેણે આબ્નેર પાછળ માણસો મોકલ્યા, ને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા. પણ દાઉદ એ જાણતો નહોતો.


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે, ‘યહોવા આપણને છોડાવશે, ’ ત્યારે તમે તેનું સાંભળશો નહિ.


હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.


પરંતુ તારું ઊઠવું તથા નીચે બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.”


ત્યારે ફરોશીઓએ તેઓને કહ્યું “શું તમે પણ ભુલાવો ખાધો?


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે.


Lean sinn:

Sanasan


Sanasan