Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 24:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, “તમારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ પડે? અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે ત્રણ માસ સુધી તેઓથી નાસતા ફરો? અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કરો, ને જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પછી ગાદે દાવિદ પાસે જઈને પ્રભુનો સંદેશો જણાવ્યો અને તેને પૂછયું, “તારી કઈ પસંદગી છે? તારા દેશમાં ત્રણ વર્ષનો દુકાળ પડે કે ત્રણ મહિના સુધી તારે તારા શત્રુઓથી ભાગતા ફરવું પડે કે ત્રણ દિવસ સુધી તારા દેશમાં રોગચાળો ફાટી નીકળે? તો હવે વિચાર કરીને મને કહે કે મારે પ્રભુને શો ઉત્તર આપવો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 માટે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, “તારા અપરાધને લીધે દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે? અથવા તારા શત્રુઓ તારી પાછળ લાગે અને તું ત્રણ મહિના સુધી તેઓની આગળ નાસી જાય? અથવા તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની પસંદગી કરીને જણાવ. તે પ્રમાણેનો જવાબ હું મને મોકલનાર ઈશ્વરને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી પ્રબોધક ગાદે દાઉદ પાસે જઈને કહ્યું, “તારા દેશમાં ત્રણ વરસ દુષ્કાળ પડશે, અથવા તારે ત્રણ મહિના સુધી દુશ્મનોથી ભાગતા ફરવું પડશે, અથવા તારા દેશમાં ત્રણ દિવસે રોગચાળો ફાટી નીકળે, તને શું પસંદ છે? હવે વિચાર કરીને મને કહે કે મને મોકલનાર દેવને માંરે શો જવાબ આપવો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 24:13
20 Iomraidhean Croise  

દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


“દાઉદ પાસે જ ઈને તેને કહે, યહોવા એમ કહે છે કે, હું તારી આગળ ત્રણ વાત મૂકું છું; તેમાંની એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું.”


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.”


અંધારામાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીહીશ નહિ.


અને યહોવાએ નદીને માર્યાને સાત દિવસ થઈ ગયા.


“હે મનુષ્યપુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકાવૃક્ષનું ખંડન કરું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે; કેમ કે તમારી જમીન પોતાની ઊપજ આપશે નહિ, તેમ જ દેશનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે [તોડેલા] કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.


પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી


ક્ષય રોગથી તથા તાવથી તથા સોજાથી તથા ઉષ્ણ તાપથી તથા તરવારથી તથા લૂથી તથા ફૂગથી યહોવા તને મારશે. અને તારો નાશ થતાં સુધી તેઓ તારી પાછળ લાગશે.


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.


તારા પગના તળિયાથી તે માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવા તને ઘુંટણોમાં તથા પગોમાં મારશે.


અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.


તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan