Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો ચઢ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો અને તેમના મોંમાંથી ભસ્મ કરી નાખનાર અગ્નિજ્વાળા અને સગળતા અંગારા નીકળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે, દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે અને તે થી કોલસાં સળગે છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:9
17 Iomraidhean Croise  

તેમની સામેના પ્રકાશથી અગ્નિના કોલસા સળગી ઊઠ્યા.


ત્યારે યહોવાની ધમકીથી, તેમનાં નસકોરાંના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.


ઈશ્વરના શ્ચાસથી તેઓ નાશ પામે છે, અને તેમના કોપની જ્વાલાથી તેઓ ભસ્મ થાય છે.


ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.


તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા


અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો; કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઊતર્યા; અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચઢયો, ને આખો પર્વત બહુ કંપ્યો.


અને ઇઝરાયલીઓની દષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો.


જુઓ, યહોવા પોતે બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે! તેમના હોઠો કોપથી ભરેલા છે, ને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.


કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.


અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ સળગ્યો છે, તે તમારા પર બળશે.”


તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”


તેમની આગળ મરકી ચાલે છે, ને તેમના પગ આગળથી અગ્નિબાણો છૂટે છે.


કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.


કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


Lean sinn:

Sanasan


Sanasan