Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે મૃત્યુનાં મોજાંએ મને ઘેરી લીધો હતો, દુષ્ટ [માણસોની] રેલોએ મને બીવડાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 વિકરાળ મોજાં મારી ચોતરફ ફરી વળ્યાં હતાં; વિનાશના મોજાં મારી પર ઉછળતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:5
12 Iomraidhean Croise  

મરણનાં બંધનોએ મને ઘેર્યો, અને દુષ્ટતાનાં મોજાંએ મને બીવડાવ્યો.


દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા, અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


તેઓ પશ્ચિમથી યહોવાના નામનો, ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે બાંધી દીધેલી નદી, જેને યહોવાનો શ્વાસ હડસેલે છે, તેની જેમ ધસી આવશે.”


કેમ કે તમે મને ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો મારા પર ફરી વળ્યાં.


જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો [સમય] પાસે આવ્યો છે.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં., તેઓમાંનો એક આવ્યો, તેણે મારી સાથે વાત કરી, ને કહ્યું, “અહીં આવ, જે મોટી વેશ્યા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ.


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan