Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વર તો મારા આશ્રયગઢ છે, હું તેમને શરણે જાઉં છું. તે તો મારી ઢાલ, મારી ઉદ્ધારક શક્તિ, મારો મજબૂત ગઢ અને મારા આશ્રય છે, તે મને અત્યાચારથી બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ; માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:3
52 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે; યહોવાનું વચન પરખાયેલું છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.


યહોવા જીવે છે; મારા ખડકને ધન્ય હો. અને મારા તારણરૂપી ખડકના ઈશ્વર મોટા મનાઓ;


અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે; હા, મારી સાથે ઊઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો; તમે જુલમી માણસથી મને બચાવો છો.


તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે. અને તે પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદાકાળ મહેરબાની રાખે છે.”


ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો, પણ યહોવા તેનો આશ્રય છે.


હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.


ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.


હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે


મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.


તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.


યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.


પણ હે યહોવા તમે મારી આસપાસ ઢાલરૂપ છો; તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.


તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.


હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો; કેમ કે મેં નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે.


પરંતુ હું તો તમારા સામર્થ્યનું ગાયન કરીશ; હું સવારમાં તમારી કૃપા વિષે હર્ષનાદ કરીશ; કેમ કે તમે મારા ઊંચા ગઢ છો, અને સંકટને સમયે મારા આશ્રયદાતા થયા છો.


કેમ કે તમે મારા આશ્રય છો, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છો.


મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે; પણ તમે મારો મજબૂત આશ્રય છો.


જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો.


હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઊઠયા છે, અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે, તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી.


તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.


વળી યહોવા દુ:ખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.


યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયા છે; તે મારા ઈશ્વર છે, ને હું તેમની સ્તુતિ કરીશ; તે મારા પિતાના ઈશ્વર છે, ને હું તેમને મોટા માનીશ;


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે; જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે.


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


[તમારી દલીલો] જાહેર કરીને તેમને પાસે લાવો; એકત્ર થઈને તેઓ મસલત કરે; પુરાતન કાળથી આ કોણે કહી સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી; હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા; મારા વિના કોઈ નથી.


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, હું આ સ્થળે તમારી નજર આગળ તથા તમારી હયાતીમાં આનંદનો તથા હર્ષનો અવાજ, તેમ જ વરનો તથા કન્યાનો અવાજ બંધ પાડીશ.


અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા આનંદ પામ્યો છે.


જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોનાં મોંથી તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે,


તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;


અને તે કહેશે કે, ‘તેઓના દેવો, એટલે જે ખડક પર તેઓ ભરોડો રાખતા હતા;


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


હે ઇઝરાયલ, તને ધન્ય છે; યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે! અને તારા શત્રુઓ તારે તાબે થશે; અને તું તેઓનાં ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.”


પણ ઈશ્વર આપણા તારનારની દયા તથા માણસો પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,


તે [પવિત્ર આત્મા] ને તેમણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્તદ્વારા આપણા ઉપર પુષ્કળ રેડયો છે.


અને વળી, “હું તેમના પર ભરોસો રાખીશ!” અને વળી “જુઓ, હું તથા જે સંતાન ઈશ્વરે મને આપ્યાં છે તેઓ.”


અને હાન્‍નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું.


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan