Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 કેમ કે, હે યહોવા તમે મારો દીવો છો: અને યહોવા મારા અંધકારને પ્રકાશિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 હે પ્રભુ, તમે મારો પ્રકાશ છો, તમે મારા અંધકારને પ્રકાશમાં બદલી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 હે યહોવા, તમે જ માંરા દીપક છો, તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:29
16 Iomraidhean Croise  

પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


તેના દીકરાને હું એક કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા માટે મેં પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી સમક્ષ હમેશા રહે.


ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો, અને તેમના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો.


યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.


કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan