Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્‍ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે મને બધાં બંધનોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો, મારા પર પ્રસન્‍ન હોવાથી તેમણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:20
16 Iomraidhean Croise  

અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો; અને તેને માટે તેઓ લડયા નહિ અને તેણે તેનું નામ રહોબોથ પાડયું; અને કહ્યું હવે યહોવાએ અમને પુષ્કળ જુગા આપી છે, ને આ દેશમાં અમે સફળ થઈશું.


પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, ’ તો જો હું આ રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.”


તમે મારાં પગલાં નીચે જગા વિશાળ કરી છે, અને મારા પગ સરકી ગયા નથી.


યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં [બેસાડ્યો].


જેઓ તેમનાથી બીએ છે, અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.


કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.


“તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.”


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


હે યહોવા, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.


જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.


કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?


તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી; અને વાદળીમાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”


તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.”


અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”


Lean sinn:

Sanasan


Sanasan