Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ દાઉદ અને યોનાથાને યહોવાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞાને કારણે દાઉદે યોનાથાનના પુત્ર અને શાઉલના પૌત્ર મફીબોશેથની સુરક્ષા કરી. દાઉદે યોનાથાનના પુત્ર મફીબોશેથને જીવતો છોડી મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:7
16 Iomraidhean Croise  

ત્યારે રાજાએ સીબાને કહ્યું, “જે બધું મફીબોશેથનું છે તે હવે તારું જ છે.” સીબાએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, હું આપને નમું છું. મારા પર આપની કૃપાદષ્ટિ રહો.”


અને તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો, ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”


હવે શાઉલના સદિકરા યોનાથાનને એક દિકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી, ત્યારે તે પાંચ વર્ષનો હતો, ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી. અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું.


દાઉદે પૂછ્યું, “શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે, યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું?”


અને તારે તથા તારા દિકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી; અને [તેની ઊપજ] તારે લાવવી કે, જેથી તારા માલિકના દિકરાનું ગુજરાન ચાલે; પણ તારા માલિકનો દિકરો મફીબોશેથ તો હમેશા મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દિકરા તથા વીસ ચાકર હતા.


શાઉલના દીકરા યોનાથાનના દિકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો, “જુઓ, તમારો ચાકર [હાજર છે] !”


દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્‍કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.”


હું [તને ભલામણ કરું છું] કે રાજાની આજ્ઞા પાળ, અને વળી ઈશ્વરના શપથને લક્ષમાં રાખીને તે પાળ.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


યોનાથાને ઇઝરાયલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું, “કાલે સુમારે આ સમયે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસી જોઈને, જો, તારા હકમાં ઠીક જણાય, તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહિ આપું?


પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહિ; બલકે, યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીને પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.”


અને દાઉદ પરના પોતના પ્રેમની ખાતર યોનાથાને તેને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, આપણ બન્‍નેએ યહોવાને નામે સમ ખાધા છે કે, મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું.” પછી તે ઊઠીને વિદાય થયો; અને યોનાથાન નગરમાં ગયો.


માટે તારા સેવક પર કૃપા કર; કેમ કે તેં તારા સેવકને તારી સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટતા હોય, તો તું પંડે મને મારી નાખ; કેમ કે તારા પિતા પાસે તું મને શા માટે લઈ જાય?


પછી તે બન્‍નેએ યહોવાની આગળ કરાર કર્યો; અને દાઉદ હોરેશમાં રહ્યો, ને યોનાથાન પોતાને ઘેર ગયો.


અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા. અને શાઉલ પોતાને ઘેર ગયો. પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા.


Lean sinn:

Sanasan


Sanasan