Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને દાઉદે જઈને શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં યાબેશ-ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાણા ચકલામાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો હતો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં ટાંગ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 (તેઓ તે હાડકાં બેથશાનના જાહેર ચોકમાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆ પર્વત પર મારી નાખ્યો હતો તે દિવસે તેમણે તેમના શબ ત્યાં લટકાવ્યાં હતાં.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:12
15 Iomraidhean Croise  

હે ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ, કે વરસાદ, કે અપર્ણનાં ખેતરો ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાની ઢાલ, એટલે શાઉલની ઢાલ, જાણે કે તે તૈલાભિષિક્ત થઈ જ ન હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે.


તેને ખબર આપનાર જુવાને કહ્યું, “અનાયાસે હું ગિલ્બોઆ પર્વત પર હતો, ત્યારે જુઓ, શાઉલ પોતાના ભાલા પર ટેકીને ઊભા હતા; અને જુઓ, રથો તથા સવારો તેમની લગોલગ પાછળ પડેલા હતા.


અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”


અને આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી.


અને તે ત્યાંથી શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં લઈ આવ્યો. અને ફાંસીએ ચઢાવેલાઓનાં હાડકાં તેઓએ એક્ત્ર કર્યાં.


જ્યારે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની અગળથી નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ.


ત્યારે સર્વ શૂરવીર પુરુષો ઉઠીને શાઉલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા, ને તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓનાં હાડકાં દાટ્યાં, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.


તેને બીજે દિવસે પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂટવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલ તથા તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.


અને ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેનાં ગામ, ને યિબ્લામ ને તેનાં ગામ, ને દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેનાં ગામના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.


અને પલિસ્તીઓ એકત્ર થયા, ને આવીને શૂનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા, ને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી.


હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની આગળ નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર કતલ થઈ પડ્યા.


અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો.


ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan