Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આયાની દીકરી રિસ્પાએ તાટ લઈને, કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે, રાત્રે વનચર પશુઓને તેઓ [નાં મુડદાં] પર આવવા દીધાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી આયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પાએ જ્યાં શબ પડયાં હતાં ત્યાં ખડક પર પોતાના આચ્છાદાન માટે તાટનો ઉપયોગ કર્યો અને કાપણીના આરંભથી વરસાદ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહી. દિવસે તે શબ પાસે પક્ષીઓને આવવા દેતી નહિ અને રાત્રે જંગલી પ્રાણીઓથી શબનું રક્ષણ કરતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યારબાદ રિસ્પાહે શોકના વસ્ત્રો લીધા અને ખડક ઉપર મૂક્યાં, તે કાપણીની શરૂઆતથી તે ચોમાંસુ આવ્યું ત્યાં સુધી ત્યાં રહ્યાં. રિસ્પાહે શબ ઉપર ચોકી પહેરો રાખ્યો. તે દિવસે દરમ્યાન કોઈ જંગલી પક્ષીને કે રાત દરમ્યાન કોઈ જંગલી પશુને તેના પર આવવા દેતી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:10
19 Iomraidhean Croise  

અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.”


અને આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી.


હવે શાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી, તે આયાની દીકરી હતી. અને [ઈશ-બોશેથે] આબ્નેરને કહ્યું, “મારા પિતાની ઉપપત્ની પાસે તું કેમ ગયો?”


આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો.


વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.


તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


દુ:ખથી પશુઓ કેવાં ચીસ પાડે છે! ઢોરોનાં ટોળા ગભરાય છે, કેમ કે તેમને માટે બિલકુલ ચારો નથી; હા, ઘેટાંનાં ટોળાં પણ નાશ પામે છે.


એ માટે, હે સિયોનના પુત્રો, આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે માટે વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ, પહેલાંની [માફક] વરસાવે છે.


જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.


હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ૠતુ પ્રમાણે મોકલીશ, એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે.


અને તે પોતાના બંદીવાનપણાનું વસ્‍ત્ર ઉતારી નાખે, ને તારા ઘરમાં રહે, ને તેનાં માતાપિતાને માટે એક મહિના સુધી શોક કરે. પછી તારે તેની પાસે જવું, ને તેના પતિ થવું, ને તારી પત્ની થાય.


અને જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર લટકાવે,


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “તું મારી પાસે આવ, એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan