Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યોઆબે અમાસાને કહ્યું, “હે મારા ભાઈ, શું તું ક્ષેમકુશળ છે?” પછી યોઆબે અમાસાને ચુંબન કરવા પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 યોઆબે અમાસાને કહ્યું, “ભાઈ કેમ છે?” અને તેણે અમાસાને ચુંબન કરવા માટે પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી યોઆબે અમાસાને કહ્યું, “મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?” યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?” અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:9
14 Iomraidhean Croise  

અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા માટે પાસે આવતો, ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો.


અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસ તો યોઆબની મા સરુયાની બહેનમ નાહાશની દિકરી અબિગાઈલની સાથે વ્યવહાર કરનાર યિથ્રા નામે એક ઇઝરાયલીનો દિકરો હતો.


રાજાએ પૂછ્યું, “જુવાન આબ્શાલોમ ક્ષેમકુશળ છે કે નહિ?” અહિમાઆસે ઉત્તર આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, મોકલ્યો, ત્યારે મેં ઘણી ધાંધળ થતી જોઈ, પણ શું થયું તેની મને ખબર પડી નહિ.”


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


પટામણા હોઠ અને દુષ્ટ હ્રદય, એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવાં છે.


મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે.


પછી નથાન્યાના પુત્ર ઇશ્માએલે ને તેની સાથે આવેલા દશ માણસોએ ઊઠીને શાફાનના પુત્ર અહીકામનો પુત્ર ગદાલ્યા કે, જેને બાબિલના રાજાએ દેશમાં હાકેમ નીમ્યો હતો, તેને તરવારથી મારી નાખ્યો.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


પણ ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડિયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો. અને ઇઝરાયલી લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું.


Lean sinn:

Sanasan


Sanasan