Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી રાજાએ અબિશાયને કહ્યું, “બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં યે વિશેષ મુશ્કેલીમાં ઉતારશે. મારા માણસો લઈને તેનો પીછો કર, નહિ તો તે કેટલાંક કિલ્લેબંધીવાળાં નગરો સર કરશે અને આપણા હાથમાંથી છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દીકરો શેબા આપણને આબ્શાલોમ કરતા વધારે નુકસાન પહોંચાડશે. તારા માલિકના ચાકરો, મારા સૈનિકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે અને આપણી દ્રષ્ટિમાંથી તે છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી દાઉદે અબીશાયને કહ્યું, “હવે બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં વધુ હેરાન કરશે. માંરા અંગરક્ષકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે. અને આપણા હાથમાંથી છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:6
17 Iomraidhean Croise  

આમ્‍મોનપુત્રોએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે અબિશાયની આગળથી તેઓ પણ નાસીને નગરમાં પેસી ગયા. પછી યોઆબ આમ્‍મોનપુત્રોની પાછળથી પાછો વળીને યરુશાલેમ પાછો આવ્યો.


ઉરિયાએ દાઉદને કહ્યું, “કોશ, ઇઝરાયલ તથા યહૂદા રાવટીઓમાં રહે છે; અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્‍લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે. તો શું હું ખાવાપીવા, તથા મારી પત્નીની સાથે સૂવા મારે ઘેર જાઉં? આપના તથા આપના જીવના સમ, હું એ કામ કરનાર નથી.”


તે માણસે યોઆબને કહ્યું, “જો, મને મારા હાથમાં એક હજાર રૂપિયા મળે તો પણ હું રાજાના દિકરા સામે મારો હાથ ઉગામું નહિ; કેમ કે અમારા સાંભળતા રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને એવું ફરમાવ્યું હતું કે, ‘ખબરદાર, જુવાન, આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.’


દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ એટલે સરુયાના દિકરા અબિષાયના હાથ નીચે, ને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું, “હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ.”


માટે હવે ઊઠીને બહાર આવો, ને તમારા સેવકોને દિલાસાનાં બે વચનો કહો; કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે, જો તમે બહાર નહિ આવો, તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહિ; અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુ:ખ તમારા પર પડ્યું છે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે.”


અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.


પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી.


એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો.


અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.


યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.


વળી સરુયાના પુત્ર અબીશાયે મીઠાના નીચાણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.


[પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી.


ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.


Lean sinn:

Sanasan


Sanasan