૨ શમુએલ 20:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ. એટલે તેઓએ બિખ્રીના દિકરા શેબાનું માથું કાપીને યોઆબ પાસે નાખ્યું. અને તેણે રણશિંગડું વગાડ્યું, એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોતપોતાના તંબુએ ગયા. પછી યોઆબ રાજા પાસે યરુશાલેમમાં પાછો આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી તે સ્ત્રી પોતાની હોશિયારી વાપરીને સર્વ લોકો પાસે ગઈ. લોકોએ બિખ્રીનો દીકરો શેબાનું માથું કાપી નાખ્યું એટલે કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પછી તેણે રણશિંગડું વગાડ્યું અને યોઆબના માણસો નગર છોડીને પોતપોતના તંબુએ ગયા. અને યોઆબ રાજા પાસે પાછો યરુશાલેમમાં આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પદ્ધી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ અને તેમને સમજાવ્યાં. તેમણે શેબાનું માંથું કાપી નાખ્યું અને કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પદ્ધી તેણે રણશિંગડું ફૂંકાવ્યું અને આખા લશ્કરે ઘેરો ઉઠાવી લધો, અને સૌ પોતપોતાને ઘેર પાછા ગયા, પદ્ધી યોઆબ રાજા પાસે પાછો યરૂશાલેમ ગયો. Faic an caibideil |