Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેથી ઇઝરાયલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા, ને બિખ્રીના દિકરા શેબાની તહેનાતમાં ગયા. પણ યહૂદિયાના માણસો, યર્દનથી તે યરુશાલેમ સુધી, પોતપોતાના રાજાને વળગી રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી ઇઝરાયલીઓ દાવિદને છોડીને બિખ્રીના પુત્ર શેબા સાથે જતા રહ્યા. પણ યહૂદિયાના માણસો દાવિદને વફાદાર રહ્યા અને યર્દન નદીથી યરુશાલેમ સુધી તેની પાછળ પાછળ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી ઇઝરાયલના બધા માણસો દાઉદને છોડીને બિખ્રીના દીકરા શેબાની પાછળ ગયા. પણ યહૂદિયાના માણસો યર્દનથી યરુશાલેમ સુધી રાજાની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આથી ઇસ્રાએલના બધા લોકો દાઉદને છોડીને બિખ્રીના પુત્ર શેબાની સાથે ગયા. પરંતુ યહૂદાના લોકો રાજાની સાથે રહ્યા અને તેની સાથે યર્દનથી યરૂશાલેમ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:2
12 Iomraidhean Croise  

તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો, અને રાજાને મળવા માટે સામે જ ઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદિયા [ના માણસો] ગિલ્ગાલમાં આવ્યા.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


વાત એમ નથી; પણ એફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ, બિખ્રીનો દિકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ.”


અને દાઉદ યરુશાલેમમાં પોતાને ઘેર આવ્યો. અને રાજાએ જે દશ સ્‍ત્રીઓને, એટલે પોતાની ઉપપત્નીઓને, ઘર સંભાળવા માટે મૂકી હતી, તેમને પરહેજ કરી, તેઓના ભરણપોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહિ. એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાસ્થાનમાં રહી.


જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


પણ યહૂદિયાના નગરોમાં રહેનાર ઇઝરાયલી લોકો પર તો રહાબામની હકૂમત કાયમ રહી.


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan