Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યોઆબની પાછળ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 રસ્તા પરથી શબ ખસેડયા પછી બધા માણસો શેબાનો પીછો કરવા યોઆબ પાછળ ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અમાસાને રસ્તા ઉપરથી લઈ લેવામાં આવ્યા પછી બધા લોકો યોઆબની પાછળ બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:13
14 Iomraidhean Croise  

બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


યોઆબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય, તે યોઆબની પાછળ જાય.


તે ઇઝરાયલનાં સર્વ કુળોમાં થઈને આબેલમાં, તથા બેથ-માકામાં તથા સર્વ બિખ્રીઓમાં ફર્યો; અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા.


અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો.


ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.


તેણે લાખીશથી રાબશાકેને મોટા લશ્કરસહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


ત્યારે યહોવાએ યશાયાને કહ્યું, “તું તથા તારો દીકરો શાર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.


“તારે માટે માર્ગમાં નિશાનો કરી મૂક, તારે માટે સ્તંભો ઊભા કર; જે માર્ગે તું ગઈ હતી તે રાજમાર્ગ તું ધ્યાનમાં રાખ. હે ઇઝરાયલની કુમારી, પાછી આવ, આ તારાં નગરોમાં પાછી આવ.


અને ઇઝરાયલી લોકોએ તેને કહ્યું, “અમે સડકે સડકે જઈશું. અને જો અમે, એટલે હું તથા મારાં ઢોર, તારું પાણી પણ પિઈએ, તો હું તેનું મૂલ્ય આપીશ. બીજું કંઈ નહિ તો મને પગે ચાલીને પેલી બાજુએ જવા દે.”


અને તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી તે તથા તેમના‍ શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો.


પછી તેઓએ કહ્યું, “જુઓ, બેથેલની ઉત્તરે [તથા] બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનની દક્ષિણે આવેલા શીલોમાં વરસોવરસ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે.”


અને ગાયોએ સીધો બેથ-શેમેશનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી, ને જમણી કે ડાબી તરફ વળી જ નહિ; અને પલિસ્તીઓના સરદારો તેઓની પાછળ પાછળ બેથ-શેમેશની સીમ સુધી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan