Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાની લોહીની અંદર આળોટતો પડેલો હતો. અને તે માણસે જોયું કે, સર્વ લોક ત્યાં ઊભા રહે છે, ત્યારે તે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો, ને તેના પર એક વસ્‍ત્ર ઓઢાડ્યું, કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાંજ ઊભો રહેતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 લોહીથી તરબોળ અમાસાનું શબ રસ્તા વચ્ચે પડયું હતું. યોઆબના માણસે જોયું કે બધા ખચક્તા હતા. તેથી તે શબ રસ્તા પરથી ઢસડીને ખેતરમાં લઈ ગયો અને તેના પર ચાદર ઢાંકી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અમાસા માર્ગની વચ્ચે લોહીથી અંદર તરબોળ થઈને પડેલો હતો. જયારે તે માણસે જોયું કે સર્વ લોકો હજુ પણ ઊભા છે ત્યારે તે અમાસાને માર્ગમાંથી ઊંચકીને ખેતરમાં લઈ ગયો. તેણે તેના પર વસ્ત્ર ઓઢાડ્યું. કેમ કે તેણે જોયું કે લોકો હજુ સુધી ત્યાં ઊભા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ લોહીથી તરબોળ અમાંસા વચ્ચે પડયો હતો. યોઆબના યુવાન સૈનિકે જોયું કે અમાંસાના શબને જોવા માંટે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, તેથી તેણે તેના શબને રસ્તા પરથી લઇને ખેતરમાં મૂક્યું અને તેના ઉપર ચાદર ઢાંકી દીધી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:12
7 Iomraidhean Croise  

અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસ તો યોઆબની મા સરુયાની બહેનમ નાહાશની દિકરી અબિગાઈલની સાથે વ્યવહાર કરનાર યિથ્રા નામે એક ઇઝરાયલીનો દિકરો હતો.


પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં જ ઊભા રહ્યા.


યોઆબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય, તે યોઆબની પાછળ જાય.


તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યોઆબની પાછળ ગયા.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


Lean sinn:

Sanasan


Sanasan