૨ શમુએલ 2:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં જ ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પણ અસાહેલે તેનો પીછો કરવાનું પડતું મૂકાયું નહિ. તેથી આબ્નેરે પાછા ફરીને પોતાના ભાલાથી તેના પેટમાં ઘા કર્યો, જેથી ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો અને અસાહેલ જમીન પર પટકાઈને મરણ પામ્યો. તે પડયો હતો ત્યાં આવીને સૌ થંભી ગયા અને ઊભા રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો. અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા. Faic an caibideil |