Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સરુયાનો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળાં પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:13
13 Iomraidhean Croise  

અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.


હવે યોઆબ ઇઝરાયલના સર્વ સૈન્યનો ઉપરી હતો; અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો.


તેઓ ગિબ્યોનમાંના મોટા ખડક પાસે પહોંચ્યા, ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો, અને યોઆબે કવચ પહેરેલું હતું ને તે પર કમરે કમરપટો બાંધેલો હતો. તેમાં મ્યાન સહિત તરવાર હતી; અને તે ચાલતો હતો તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી.


યોઆબનો ભાઈ અસાહેલ, એ પેલા ત્રીસમાંનો એક હતો. વળી બેથલેહેમના દોદોનો દિકરો એલ્હાનાન;


સરુયાનો દિકરો યોઆબ સેનાપતિ હતો; અને અહિલુદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.


સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક સાથે તેણે મસલત કરી.તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી.


વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.


દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.


તેમની બહેનો સરુયા તથા અબિગાઇલ હતી. સરુયાના પુત્રો:અબિશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.


ચોથા મહિનાને માટે ચોથો [સરદાર] યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.


ત્યારે તેઓ સર્વ લોકોને ભેગા કરીને નથાન્યાના પુત્ર ઇશ્માએલની સામે લડવા ગયા, ને ગિબયોનમાં જ્યાં પુષ્કળ પાણી છે, ત્યાં તે તેઓને સામો મળ્યો.


ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.


Lean sinn:

Sanasan


Sanasan