Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:9
15 Iomraidhean Croise  

દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”


પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.


અને આબ્શાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિષે તમે એક શબ્દ પણ કેમ બોલાતો નથી?”


રાજા [નદી] ઊતરીને ગિલ્ગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો; અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા.


વળી મારા લોકોના ટંટાઓમાંથી તમે મને છોડાવ્યો છે; વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે; જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.


દાઉદ બાલ-પરાસીમમાં આવ્યો, ને ત્યાં દાઉદે તેઓને માર્યા. અને તેણે કહ્યું, “જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયા છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બાલ-પરાસીમ પાડ્યું.


લોકોના સંઘર્ષમાંથી તમે મને છોડાવ્યો છે. તમે વિદેશીઓને મારે તાબે કર્યા છે. જે લોકોને હું ઓળખતો નહોતો તેઓએ મારી તાબેદારી કરી.


અને મેં તેઓને કહ્યું, જેની પાસે કંઈ સોનું હોય તે તે ભાંગી નાખે; અને તેઓએ તે મને આપ્યું. અને મેં તે અગ્નિમાં નાખ્યું, એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.”


એમ દાઉદે ગોફળ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો; પણ દાઉદના હાથમાં તરવાર ન હતી.


પછી શાઉલે કહ્યું, “તમારે દાઉદને એમ કહેવું કે, રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે પલિસ્તીઓના એકસો અગ્રચર્મ [જોઈએ છે].” હવે શાઉલનો ઇરાદો એવો હતો કે પલિસ્તીઓના હાથે દાઉદ માર્યો જાય.


કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લ ઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો, ને યહોવાએ સર્વ ઇઝરાયલને માટે મોટી ફતેહ મેળવી. તમે તે જોયું, ને તમને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ [માણસનું] લોહી વહેવડાવીને શા માટે તમારે અપરાધ કરવો?”


Lean sinn:

Sanasan


Sanasan