૨ શમુએલ 19:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે તમારા પર દ્વેષ રાખનારાઓ પર તમે પ્રેમ રાખો છો, ને તમારા પર પ્રેમ રાખનારાઓ પર તમે દ્વેષ રાખો છો. આજે તમે બતાવી આપ્યું છે કે સરદારો તથા સૈનિકો તમારી નજરમાં કંઈ જ નથી. કેમ કે આજે હું જોઉં છું કે, જો આબ્શાલોમ જીવતો રહ્યો હોત, તો તમને તે ઘણું સારું લાગત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમારા પર પ્રેમ રાખનારનો તમે તિરસ્કાર કરો છો અને તમારો તિરસ્કાર કરનારાઓ પર પ્રેમ રાખો છો. તમારે મન તમારા સેનાપતિઓ અને સૈનિકોનું કંઈ મૂલ્ય નથી એ તમે આજે જાહેર કર્યું છે. મને લાગે છે કે આજે આબ્શાલોમ જીવતો રહ્યો હોત અને અમે બધા મરી ગયા હોત તો તમે ખુશ હોત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ6 અમને લાગે છે કે આપના ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમને આપ ધિક્કારો છો, અને જેઓ આપને ધિક્કારે છે તેમના ઉપર આપ પ્રેમ રાખો છો. આપે એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓની અને લડાયકોની આપને કશી કિંમત નથી. હુ સ્પષ્ટ જોઉં છું કે જો આજ આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો આપ રાજી થયા હોત. Faic an caibideil |
માટે હવે ઊઠીને બહાર આવો, ને તમારા સેવકોને દિલાસાનાં બે વચનો કહો; કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે, જો તમે બહાર નહિ આવો, તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહિ; અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુ:ખ તમારા પર પડ્યું છે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે, તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે.”