Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, “રાજામાં અમારા દશ ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતાં અમારો [હક] વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહિ?” અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?” પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 ઇસ્રાએલીઓએ જવાબ આપ્યો, “અમાંરો રાજા ઉપર દસગણો વધારે હક્ક છે. તમે શા માંટે અમાંરી અવગણના કરી? રાજાને પાછો લાવવા વિષે વાત કરવાવાળા અમે પ્રથમ લોકો હતા.” યહૂદાના લોકોએ કઠોરતાથી જવાબ આપ્યો, તેઓના શબ્દો ઇસ્રાએલીઓના શબ્દો કરતાં વધારે કઠોર હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:43
23 Iomraidhean Croise  

અને તેણે યહૂદિયાના સર્વ માણસોનાં દિલ એક માણસ [ના દિલ] જેમ માનવી લીધાં; જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, “તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો.”


અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”


ત્યાર પછી ઇઝરાયલનાં સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યાં. તેઓએ કહ્યું, “જુઓ, અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ.


જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.


અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.


ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.


પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.


મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,


આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.


એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, “તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ?” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.


પછી ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના માણસોની વચ્ચે [વેર કરાવનારો] એક દુષ્ટાત્મા મોકલ્યો. અને શખેમના માણસોએ અબીમેલેખ પ્રત્યે વિશ્વાસઘાત કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan