Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 કૃપા કરીને તમારા સેવકને પાછો જવા દો કે, હું મારા પોતાના નગરમાં મારાં માતપિતાની કબર પાસે મરણ પામું. પણ, જો, આ તમારો દાસ કિમ્હામ; તે મારા મુરબ્બી રાજા સાથે ભલે [નદી] ઊતરીને આવે. તમારી દષ્ટિમાં જે સારું લાગે તે તમે તેને માટે કરજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 પછી મને ઘેર જવા દેજો. જેથી હું મારા વતનમાં જ મૃત્યુ પામું, કારણ, મારા પૂર્વજોની કબર પણ ત્યાં છે. કિમ્હામ તમારી સેવા કરશે. નામદાર, તેને તમારી સાથે લઈ જાઓ. અને તમને જે યોગ્ય લાગે તે તેને માટે કરજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને જેમ મારા માલિક રાજાને ઠીક લાગે તેમ તેની સાથે કરજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 મને માંરા નગરમાં પાછો જવા દો ત્યાં માંરાં માંતાપિતાને મેં દફનાવ્યાં છે. હું રહીશ અને માંરા બાકીના વર્ષો તેમની કબર આગળ પૂરા કરીશ; ને ત્યાં જ મૃત્યુ પામીશ. માંરો સેવક કિમ્હામ ભલે તમાંરી સાથે આવે. અને આપને જેમ ઠીક લાગે તેમ એનું કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:37
15 Iomraidhean Croise  

પણ જ્યારે હું મારા પિતૃઓ પાસે ઊંઘી જાઉં, ત્યારે તું મને મિસરમાંથી લઈ જજે, ને મારા પિતૃઓના કબરસ્તાનમાં મને દાટજે.” અને તેણે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.”


અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.


અને તેના દિકરા તેને કનાન દેશમાં લઈ ગયા, ને ઇબ્રાહિમે વતનનું કબરસ્તાન કરવા માટે એફ્રોન હિત્તીની પાસેથી મામરેની સામેની જે ગુફા ખેતર સાથે વેચાતી લીધી હતી, તે માખ્પેલાના ખતરમાંની ગુફામાં તેઓએ તેને દાટયો.


તમારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઊતરતાં સુધી આવશે. અને રાજાએ મને એનો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ?


રાજાએ ઉત્તર આપ્યો, “કિમ્હામ મારી સાથે [નદી] ઊતરીને આવે, ને તને જે સારું લાગે તે હું તેને માટે કરીશ; અને તું જે કંઈ મારી પાસે માગશે, તે હું તારે માટે કરીશ.”


રાજા [નદી] ઊતરીને ગિલ્ગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો; અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા.


પણ તમે પાછા આવ્યા, ને જે જગા વિષે તેમણે તમને કહ્યું હતું કે, ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તમે રોટલી ખાધી છે ને પાણી પીધું છે; માટે તમારી લાશ તમારા પિતૃઓની કબરમાં જવા પામશે નહિ.’”


પણ ‘ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય, કેમ કે તારા ભાઈ આબ્શાલોમથી હું નાસતો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા.


નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;


તેઓ મિસરમાં જતાં ખાલદીઓ [ની બીક] ને લીધે બેથલેહેમની પાસે ગેરૂથ કિમ્હામમાં રહ્યા;


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.


જુઓ, આજ સર્વ લોકને માટે ઠરાવેલે માર્ગે હું જાઉં છું; અને તમારાં અંત:કરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો કે, જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી, તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.


કેમ કે મને માલૂમ છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડયું, તે પ્રમાણે મારો માંડવો જલદી પડી જવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan