Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને શાઉલનો દિકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને, તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી, તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાનિ દાઢી કાપી ન હતી. ને પોતાનાં વસ્‍ત્ર ધોયાં ન હતાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શાઉલનો પૌત્ર મફીબોશેથ પણ રાજાને મળવા ગયો હતો, રાજા યરૂશાલેમ છોડીને ગયા તે દિવસથી, તે જીત મેળવીને પાછા ન ફરે ત્યાં સુધી, તેણે પોતાનાં વસ્રો કે પગ ધોયાઁ નહોતાં, કે દાઢી પણ વ્યવસ્થિત રીતે કરી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:24
12 Iomraidhean Croise  

ત્યારે દાઉદ જમીન પરથી ઊઠ્યો, ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાનાં વસ્‍ત્ર બદલ્યાં; અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્‍ન પીરસ્‍યું, ને તેણે ખાધું.


દાઉદ રડતો જૈતુન [પર્વત] ના ઢોળાવ પર ચઢ્યો; તેનું માથું ઢાંકેલું હતું, ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું, ને તેઓ રડતા રડતા ઉપર ચઢ્યા.


રાજાએ પૂછ્યું, “તારા ધણીનો દિકરો ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “જુઓ, તે યરુશાલેમમાં રહેલો છે; કેમ કે તે માને છે કે, હવે ઇઝરાયલી લોકો મારા પિતાનું રાજ્ય મને પાછું સોંપશે”


ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે, તે પ્રમાણે તમારો દાસ વર્તશે.” [રાજાએ કહ્યું,] “મફીબોશેથ તો રાજાના એક દિકરાની જેમ મારી મેજ પર જમશે.”


અને જો, બાહુરીમના બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ તારી પાસે છે, હું માહનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. પણ તે યર્દન પાસે મને મળવા આવ્યો, ત્યારે મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું, ‘હું તને તરવારથી મારી નાખીશ નહિ.’


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,


તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી‍ ચૂક્યા છે.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].


Lean sinn:

Sanasan


Sanasan