Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી રાજાએ શિમઈને કહ્યું કે, “તું નહિ જ મરશે.” અને રાજાએ તેની આગળ સમ ખાધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેણે શિમઈને કહ્યું, “હું તને શપથપૂર્વક વચન આપું છું કે તું માર્યો જશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી દાઉદે શિમઈ તરફ ફરીને પ્રતિજ્ઞા લીધી, “હું તને જીવનદાન આપું છું.” અને રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:23
9 Iomraidhean Croise  

રાજાએ કહ્યું, “હે સરુયાના દિકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે, ‘દાઉદને શાપ આપ;’ તો એવું કોણ કહી શકે કે તેં એમ કેમ કર્યું છે?”


અને શાઉલનો દિકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને, તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી, તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાનિ દાઢી કાપી ન હતી. ને પોતાનાં વસ્‍ત્ર ધોયાં ન હતાં,


કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું નક્કી માર્યો જશે. તારુ રકત તારે પોતાને માથે આવશે.”


પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી, અને તેણે બહાર નીકળીને શિમઈ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.


માણસો, પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે; અને સોગનથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે.


શાઉલે કહ્યું, “આજે કોઈ પણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે.”


ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, કંઈ પણ નુકસાન થશે નહિ.”


દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan