Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે તમારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે; એ માટે જુઓ, યૂસફના આખા કુટુંબમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા માટે નીચે આવ્યો છું”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હવેથી તે તમારા મનમાં લાવશો નહિ. હે રાજા, મારા માલિક, હું જાણું છું કે મેં પાપ કર્યું છે અને એટલે જ, યોસેફનાં કુળોમાંથી સૌ પ્રથમ હું આપ નામદારને મળવા આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 કારણ, મેં પાપ કર્યુ છે તે હું તમાંરો સેવક જાણું છું, તેથી જ માંરા દેવ અને રાજા આજે યૂસફના કૂળમાંથી તમને મળવા માંટે સૌથી પહેલા હું અહીં આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:20
12 Iomraidhean Croise  

અને ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે જાણીજોઈને પોતાના હાથ એમ મૂક્યા; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ હતો.


અને તે દિવસે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, “ઇઝરાયલપુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપશે, ને કહેશે, ઈશ્વર તને એફ્રાઇમ તથા મનાશ્શાના જેવો કરો.” અને તેણે એફ્રાઇમને મનાશ્શાથી પહેલો મૂકયો.


દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.


પણ સરુયાના દિકરા અબિશાયે ઉત્તર આપ્યો, “શિમઈએ યહોવાના અભિષિક્તને શાપ આપ્યો, એ માટે શું તેને મારી નાખવો ન જોઈએ?”


અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.


જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું.


રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan