Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેણે રાજાને કહ્યું, “મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો. તેમ જ જે દિવસે મારા મુરબ્બી રાજા યરુશાલેમથી નીકળ્યા, ત્યારે તમારા ચાકરે જે દુષ્ટતા કરી, તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડવું

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેણે રાજાને વિનંતી કરી અને કહ્યું, “ઓ પ્રભુ માંરા ખોટા કાર્યોને જ્યારે આપ યરૂશાલેમ છોડી ગયા, ત્યારે મેં જે ખરાબ કાર્યો કર્યા હતા, તે કૃપા કરી સંભારશો નહિ, ને તેના વિષે વિચાર કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:19
17 Iomraidhean Croise  

તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછ્યું, “શું તારો ભાઈ આમ્‍નોન તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બહેન, છાની રહે; તે તારો ભાઈ છે; એ વાત મનમાં ન લાવીશ.” અને તામાર પોતાના ભાઈ આબ્શાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી.


માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે, એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુ:ખી થવું નહિ, કેમ કે માત્ર આમ્નોન મરણ પામ્યો છે.”


રાજાના પરિવારને ઉતારવા માટે, તથા તેને જે સારું લાગે તે કરવા માટે, એક હોડી પેલે પાર ગઈ. અને રાજા યર્દન ઊતરીને આવ્યો, ત્યારે ગેરાનો દિકરો શિમઈ તેની આગળ પગે પડ્યો.


જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.


અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.


જો અધિકારીનો મિજાજ તારા પર તપી જાય, તોપણ તારી જગા છોડી ન દે; કેમ કે નમી જવાથી ભારે ગુસ્સો સમી જાય છે.


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


અને હારુને મૂસાને કહ્યું, “ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે.


કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”


એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતા નથી, અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે.


શું મે આજે જ તેને માટે ઈશ્વરની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે? એ મારાથી દૂર થાઓ. એવું કંઈ રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા પિતાના કુટુંબના કોઈને માથે મૂકવું નહિ; કેમ કે એ સર્વ બાબતો વિષે તમારો ચાકર કંઈ પણ વત્તું કે ઓછું જાણતો નથી.”


કૃપા કરીને મારા મુરબ્બીએ એ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેમનું નામ છે, તેવા જ તે છે. તેમનું નામ નાબાલ [નાદાન] છે, ને તેમનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને આપે મોકલ્યા હતા તેઓને મેં આપની દાસીએ જોયા નહોતા.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દિકરા દાઉદ, પાછો આવ. કેમ કે હવે પછી હું તને ઈજા કરીશ નહિ, કેમ કે આજે મારો જીવ તારી દષ્ટિમાં મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરીને ઘણીજ ભૂલ કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan