Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને આબ્શાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિષે તમે એક શબ્દ પણ કેમ બોલાતો નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:10
9 Iomraidhean Croise  

દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”


પછી રાજા તથા તેની પાછળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું, ઘર સંભાળવા માટે રાજાએ દશ ઉપપત્નીઓને જ રહેવા દીધી.


ત્યારે યોઆબે કહ્યું, “મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ.” પછી તેણે ત્રણ ભાલા હાથમાં લીધા, ને આબ્શાલોમ જે હજી એલોનવૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો, તેના હ્રદયમાં તે ભોંકી દીધા.


અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, “સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?


રાજા [નદી] ઊતરીને ગિલ્ગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો; અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા.


અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.


તેઓએ રાજાઓ સ્થાપ્યા છે, પણ મારી સંમતિથી નહિ, તેઓએ અમલદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો નહોતો. [પોતાનો] નાશ કરવાને માટે તેઓએ પોતાના સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે.


તેઓએ કહ્યું, ઊઠો, ને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ; કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત [બેસી રહ્યા] છો? ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan