Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યોઆબને ખબર મળી કે ‘આબ્શાલોમને લીધે રાજા રડે છે ને વિલાપ કરે છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યોઆબને ખબર મળી કે દાવિદ રાજા આબ્શાલોમ માટે રુદન અને શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજા દાઉદ આબ્શાલોમ માંટે વિલાપ કરતાં કરતાં શોકમાં ડૂબી ગયો તેની જાણ યોઆબને થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:1
9 Iomraidhean Croise  

અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


તે માણસે યોઆબને કહ્યું, “જો, મને મારા હાથમાં એક હજાર રૂપિયા મળે તો પણ હું રાજાના દિકરા સામે મારો હાથ ઉગામું નહિ; કેમ કે અમારા સાંભળતા રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને એવું ફરમાવ્યું હતું કે, ‘ખબરદાર, જુવાન, આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.’


ત્યારે યોઆબે કહ્યું, “મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ.” પછી તેણે ત્રણ ભાલા હાથમાં લીધા, ને આબ્શાલોમ જે હજી એલોનવૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો, તેના હ્રદયમાં તે ભોંકી દીધા.


યોઆબે તેને કહ્યું, “તું આજે ખબર લઈ જઈશ નહિ, પણ તું કોઈ બીજે દિવસે જજે; પણ આજે તો નહિ જ, કેમ કે રાજાનો દિકરો મરણ પામ્યો છે.”


રાજા ઘણો વ્યાકુળ થયો, ને દરવાજા પરથી મેડીમાં ચઢીને રડ્યો. જતાં જતાં તે બોલ્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારું થાત! ઓ આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


અને યોઆબ, અબિશાય તથા ઇત્તાયને રાજાએ આબ્શાલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્તજો.” અને આબ્શાલોમ વિષે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી.


અને તે દિવસનો જ્ય સર્વ લોકને શોકરૂપ થઈ પડ્યો,


મૂર્ખ દીકરો પોતાના પિતાને ખેદરૂપ છે, તે પોતાની માતાને દુ:ખરૂપ છે.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


Lean sinn:

Sanasan


Sanasan