Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી; અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો, તેથી વધારે લોકોનો ભક્ષ જંગલે લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 સમગ્ર વિસ્તારમાં યુદ્ધ ફેલાઈ ગયું પરંતુ તે દિવસે તરવારથી મરવા કરતાં જંગલમાં વધુ માંણસો મરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:8
10 Iomraidhean Croise  

ત્યાં ઇઝરાયલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો. અને તે દિવસે ત્યાં વીસ હજાર માણસોનો મોટો ઘાણ વળ્યો.


આબ્શાલોમને અચાનક દાઉદના ચાકરો સાથે ભેટો થઈ ગયો. આબ્શાલોમે પોતાના ખચ્ચર પર સવાર થએલો હતો, તે ખચ્ચર એક મોટા એલોનવૃક્ષની ગીચ ડાળીઓ નીચે ગયું, એટલે તેનું માથું એલોનવૃક્ષની અંદર ભરાઈ ગયું, ને તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી ગયું.


પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયાં. અને બાકી રહેલા સત્તાવીશ હજાર માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદાદ નાઠો, ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં [ભરાઈ બેઠો].


યહોવા, ઊઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો; કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાગી નાંખ્યા છે.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


તમે તમારા પવનને ફંક્યો, સમુદ્ર તેઓ ઉપર ફરી વળ્યો, તેઓ સીસાની પેઠે મહાજળમાં ડૂબી ગયા.


મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;


કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે; તે બન્‍નેના [તરફથી આવતા] વિનાશની ખબર કોને છે?


અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા.


Lean sinn:

Sanasan


Sanasan