Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અહિમાઆસે મોટેથી બોલીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું, “તમારા ઈશ્વર યહોવાને ધન્ય હોજો, તેમણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તમારે સ્વાધીન કરી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 અહિમાસે રાજાને પોકાર કર્યો, “બધું સલામત છે.” પછી તેની આગળ ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો. તમારી સામે બળવો કરનાર માણસને તેમણે તમારા હાથમાં સોંપી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અહિમાઆસે બૂમ પાડીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 અહીમાંઆસે બૂમ પૅંડીને રાજાને કહ્યું, “બધુઁ ઠીક છે,” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કરીને તેણે કહ્યું, “માંરા ધણી માંરા રાજા, તમાંરા દેવ યહોવાને ધન્ય હોજો, જેઓએ આપની સામે બળવો પોકારનારાઓને હરાવી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:28
16 Iomraidhean Croise  

અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો.” અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.


અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”


ત્રીજે દિવસે એમ થયું કે, જુઓ, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો. તેનાં વસ્‍ત્રો ફાટેલાં તથા તેના માથા પર ધૂળ હતી. અને તે દાઉદ પાસે આવ્યો, ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.


તકોઆની સ્‍ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, સહાય કરો.”


શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો; અને હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.


ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકત્ર થયાં; ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી; તેથી તે જગાનું નામ આજ દિન સુધી બરાખા (આશીર્વાદ) ની ખીણ એવું પડ્યું.


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


અને યિથ્રોએ કહ્યું, “યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મિસરીઓના હાથમાંથી તથા ફારુનના હાથ નીચેથી લોકોનો છુટકારો કર્યો છે.


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


તું મારી સાથે કેવી રીતે વર્ત્યો છે તે તેં આજે જાહેર કર્યું છે, કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો, ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.


અને અબિગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી, ને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા.


ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તમારા શત્રુને તમારા હાથમાં સોંપી દીધો છે. તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દો, ને હું તેને બીજી વાર નહિ મારું.”


Lean sinn:

Sanasan


Sanasan