૨ શમુએલ 18:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે સાદોકના દિકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, “ગમે તેમ થાય, તોયે કૃપા કરીને મને પણ કૂશીની પાછળ દોડવા દે.” યોઆબે કહ્યું, “મારા દિકરા, તું શા માટે દોડે? કેમ કે ખબર [આપવા] બદલ તને કંઈ જ મળવાનું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 સાદોકના પુત્ર અહિમાસે આગ્રહ કર્યો, “જે થવાનું હોય તે થાય મને એની પરવા નથી. મહેરબાની કરીને મને પણ સમાચાર કહેવા જવા દો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી સાદોકના દીકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, કંઈપણ થાય પણ, કૃપા કરીને મને પણ કૂશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે.” યોઆબે જવાબ આપ્યો, “મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી?” Faic an caibideilપવિત્ર બાઈબલ22 પણ સાદોકના પુત્ર અહીમાંઆસે યોઆબને વિનંતી કરી અને “તેને વિનંતી કરવાનું ચાલું રાખ્યું, જે થવાનું હોય તે થાય માંરે કૂશીની પાછળ જવું જ છે અને રાજાને મળવું છે.” યોઆબે પૂછયું, “તારે શા માંટે જવું જોઈએ? તને કંઈ ઇનામ નહિ મળે.” Faic an caibideil |