Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સાદોકના દિકરા અહિમાઆસે કહ્યું, “મને દોડતા જઈને રાજાને ખબર આપવા દો કે, યહોવાએ તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, “હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ત્યારબાદ સાદોકના પુત્ર અહીમાંઆસે કહ્યું, “યહોવાએ રાજાના શત્રુ આબ્શાલોમથી તેનું રક્ષણ કર્યું છે, આ શુભ સમાંચાર કહેવાને મને રાજા દાઉદ પાસે દોડતો જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:19
15 Iomraidhean Croise  

વળી રાજાએ સાદોક યાજકને કહ્યું, “શું તમે પ્રબોધક નથી? તમારા બે દિકરાને, એટલે તમારા દિકરા અહિમાઆસને તથા અબ્યાથારના દિકરા યોનાથાનને તમારી સાથે લ ઈને શાંતિએ નગરમાં પાછા જાઓ.


જો, ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દિકરો અહિમઆસ ને અબ્યાથારનો દિકરો યોનાથાન તેઓની સાથે છે; અને જે કંઈ તમે સાંભળો, તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો.”


યોનાથાન ને અહિમાઆસ એન-રોગેલ પાસે રહેતા હતા. એક દાસી જ ઈને દાઉદ રાજાને કહેતા; કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈની નજરમાં પડવા ન જોઈએ.


યોઆબે તેને કહ્યું, “તું આજે ખબર લઈ જઈશ નહિ, પણ તું કોઈ બીજે દિવસે જજે; પણ આજે તો નહિ જ, કેમ કે રાજાનો દિકરો મરણ પામ્યો છે.”


પણ [તેણે કહ્યું કે,] “ગમે તેમ હોય, પણ હું તો દોડવાનો.” એટલે યોઆબે કહ્યું, “દોડ.” એટલે અહિમાઆસ મેદાનને રસ્તે દોડ્યો, ને કૂશીની આગળ નીકળી ગયો.


પછી પેલો કૂશી આવ્યો, અને તેણે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, તમારે માટે સમાચાર કેમ કે જેઓ તમારી વિરુદ્ધ ઊઠ્યા હતા, તે સર્વ પર યહોવાએ તમારું વૈર વાળ્યું છે.”


તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


એ માટે કે તમે અનાથ તથા દુ:ખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહિ.


હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; તમે ન્યાયાસન પર બેસીને અદલ ઇનસાફ કર્યો છે.


તેનું નગર ચારે તરફથી જીતી લેવાયું છે ને તેના ઘાટોને કબજે કરવામાં આવ્યા છે. સરકટોને અગ્નિથી બાળી નાખ્યાં છે, ને લડવૈયાઓ ભયભીત થયા છે,


ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.


Lean sinn:

Sanasan


Sanasan