Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યોઆબના માણસોએ આબ્શાલોમને લઈને જંગલમાં એક મોટા ખાડામાં ફેંકી દીધો; તેઓએ આબ્શાલોમના મૃતદેહને મોટા પથ્થરના ઢગલા નીચે દફ્નાવ્યો, પછી બધા ઇઝરાયલીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેઓએ આબ્શાલોમના શબને લઈને જંગલમાં એક ખાડામાં ફેંકી દીધું. અને તેની ઉપર ઘણાં બધાં પથ્થરો મૂક્યાં, બધા ઇસ્રાએલીઓ પોતાને ઘેર જતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:17
15 Iomraidhean Croise  

પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું, “તમારા જે ચાકરોએ આજે તમારો જીવ, તમારા દિકરાદીકરીઓના જીવ, તમારી પત્નીઓના જીવ, ને તમારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે બધાંનાં મુખને આજે તમે લજ્જિત કર્યા છે;


ત્યારે રાજા ઊઠીને દરવાજામાં બેઠો. અને સર્વ લોકને ખબર મળી, “જુઓ, રાજા દરવાજામાં બેઠો છે;” અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા.


અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


પછી તે સ્‍ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ. એટલે તેઓએ બિખ્રીના દિકરા શેબાનું માથું કાપીને યોઆબ પાસે નાખ્યું. અને તેણે રણશિંગડું વગાડ્યું, એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોતપોતાના તંબુએ ગયા. પછી યોઆબ રાજા પાસે યરુશાલેમમાં પાછો આવ્યો.


અને યહૂદિયાના માણસો ઇઝરાયલથી હારી ગયા; અને તેઓ પોતપોતાના ઘેર નાસી ગયા.


ત્યારે યહોરામ તેના સર્વ રથો સુદ્ધાં સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓને તથા રથાધિપતિઓને માર્યા, અને સર્વ લોક પોતાના તંબુઓએ નાસી ગયા.


ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.


અને તેઓ તે નગરના વડીલોને કહે કે, ‘આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે, ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાઉ તથા છોકટો છે.


અને તેના નગરમા સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયલી લોકો તે સાંભળીને બીશે.


અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓએ તેઓને નાખ્યા, ને ગુફાના મોં પર મોટા પથ્થરો મૂક્યા, જે આજ સુધી છે.


અને તેઓએ તેના પર પથરાનો મોટો ઢગલો કર્યો, તે આજ સુધી છે. ત્યારે યહોવા તેમના કોપના જુસ્સાથી ફર્યા. તે માટે તે સ્થળનું નામ આજ સુધી આખોરની ખીણ એવુમ પડ્યું.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


પલિસ્તીઓ લડ્યા, ને ઇઝરાયલીઓએ માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો; અને ઘણી મોટી કતલ થઈ; કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી ત્રી હજાર પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan