Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે યોઆબે કહ્યું, “મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ.” પછી તેણે ત્રણ ભાલા હાથમાં લીધા, ને આબ્શાલોમ જે હજી એલોનવૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો, તેના હ્રદયમાં તે ભોંકી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી યોઆબે કહ્યું, “હું તારી રાહ જોઈશ નહિ. “તેથી યોઆબે ત્રણ ભાલા હાથમાં લઈને આબ્શાલોમ જે હજુ સુધી વૃક્ષ પર જીવતો લટકેલો હતો, તેના હૃદયમાં ભોંકી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યોઆબે કહ્યું, “માંરી પાસે તારી સાથે નિરર્થક વાતોની ચર્ચા કરવાનો સમય નથી.” એમ કહીને તેણે ત્રણ ભાલા લીધા અને ઝાડે લટકતાં અને હજી જીવતા રહેલા આબ્શાલોમની છાતીમાં ભોંકી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:14
14 Iomraidhean Croise  

તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને તુચ્છ કર્યો ચે, ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે.’


માટે તેણે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના [ઊભા] જવ છે. તમે જઈને તેમાં આગ મૂકો.” અને આબ્શાલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મૂકી.


પછી યોઆબના શસ્‍ત્રવાહક દશ જુવાન માણસોએ ચારેતરફ વીંટળાઈ વળીને આબ્શાલોમને મારીને તેને ઠાર કર્યો.


અને યોઆબ, અબિશાય તથા ઇત્તાયને રાજાએ આબ્શાલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્તજો.” અને આબ્શાલોમ વિષે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી.


યોઆબને ખબર મળી કે ‘આબ્શાલોમને લીધે રાજા રડે છે ને વિલાપ કરે છે.’


અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, “સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?


દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો.


તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હ્રદયને [વીંધે છે] , તેથી લોકો તમને શરણ થાય છે.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


પછી હેબેરની પત્ની યાએલ તંબુની એક મેખ લઈને તથા હાથમાં મોગરી લઈને, ધીમે ધીમે તેની પાસે ગઈ, ને તેનાં લમણાંમાં તે મેખ ઠોકી દીધી ને તે તેમાંથી પાર થઈને જમીનમાં પેઠી. કેમ કે તે ભરનિદ્રામાં હતો. પછી તે મૂર્છા ખાઈને મરી ગયો.


તેણે પોતાના [એક] હાથમાં મેખ લીધી, અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી; અને તે મોગરીથી તેણે સીસરાને મારી નાખ્યો, તેણે તેના માથાની આરપાર [મેખ] ઠોકી દીધી, હા, તેણે તેનાં લમણાં વીંધી નાખ્યાં, અને તેમની આરપાર તે ઠોકી દીધી.


હે યહોવા, તમારા સર્વ વેરી એમ જ નાશ પામે; પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ. ત્યાર પછી ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan