Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી હુશાયે કહ્યું, “તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે, ને તેઓનાં મન ખીજવાયેલાં છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીંછણના જેવા [તેઓ છે]. તમારા પિતા લડવૈયા પરુષ છે, તે લોકોની સાથે રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વળી હુશાયે કહ્યું, “તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:8
20 Iomraidhean Croise  

તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.


જો, તે હમણાં કોઈ ગુફામાં કે [બીજે] કોઈ સ્થળે સંતાયેલા હશે. જો શરૂઆતમાં જ આપણાંમાંના કેટલાક પડશે, ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે, ‘આબ્શાલોમના પક્ષના લોકોનો ઘાણ વળ્યો છે.’


અને પેલા ત્રણ યોદ્ધા પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા, ને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસેનાં કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસે લઈ આવ્યા; પણ તેણે તે ન પીતાં યહોવા આગળ તે રેડી દીધું.


સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી.


એલિશાએ પાછળ નજર ફેરવીને તેમને જોયાં, ને યહોવાને નામે તેઓને શાપ દીધો. પછી બે રીંછડીઓએ વનમાંથી આવીને તેઓમાંનાં બેતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.


ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.


ને, કહે કે, તારી મા કોણ હતી? [તે તો] સિંહણ [હતી]. તે સિંહોની સાથે પડી રહેતી હતી, તે જુવાન સિંહોની સાથે રહીને પોતાનાં બચ્ચાનું પોષણ કરતી હતી.


વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું, તેની એક બાજુનો [પંજો] ઊંચો રાકવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું, ‘ઊઠ, ઘણા માસનો ભક્ષ કર, ’


જેના બચ્ચાં છીનવી લેવામાં આવ્યાં હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ, ને તેમની છાતી ચીરી નાખીશ. અને ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે.


ત્યારે દાનપુત્રોએ તેને કહ્યું, “મોટેથી ન બોલ, રખેને તારો સાદ સાંભળીને ક્રોધથી તપી રહેલા માણસો તારા પર તૂટી પડે, ને તું તારો તથા તારા ઘરનાંના પ્રાણ ગુમાવે.”


ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો, “જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમ જ બોલવેચાલવે શાણો તથા સુંદર છે, ને યહોવા તેની સાથે છે.”


એમ દાઉદે ગોફળ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો; પણ દાઉદના હાથમાં તરવાર ન હતી.


માટે જાઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો દાઉદ તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદિયાના હજારો [માણસો] માંથી શોધી કાઢીશ.”


Lean sinn:

Sanasan


Sanasan