Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એમ જે કોઈ સ્થળે તે મળશે, ત્યાં આપણે તેમના પર છાપો મારીશું, જેમ ઝાકળ ભૂમિ પર પડે છે તેમ આપણે તેમની પર તૂટી પડીશું. અને તે તથા તેમની સાથેના બધા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પછી તો દાવિદ જ્યાં હોય ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું અને ઝાકળ જમીન પર પડે તેમ તેમના પર વ્યાપક અને ઓચિંતો હુમલો કરીશું. તે અથવા તેના માણસોમાંનો કોઈ બચવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી જયાં કઈ તે મળશે ત્યાં અમે આવીશું અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું. અને તેને કે તેની સાથેના પણ માણસને જીવતા જવા દઈશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:12
8 Iomraidhean Croise  

અને બેન-હદાદે [ફરીથી] આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


તો હવે કૃપા કરીને મારા ધણી આશૂરના રાજા સાથે તું શરત માર; એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને બે હજાર ઘોડા આપું.


મેં ખોધીને પરદેશનાંપાણી પીધાં છે, અને મારા પગોના તળિયાથી હું મિસરની બધી નદીઓ સૂકવી નાખીશ.’


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”


ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.


માટે જાઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો દાઉદ તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદિયાના હજારો [માણસો] માંથી શોધી કાઢીશ.”


Lean sinn:

Sanasan


Sanasan