Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે સમયમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે ઈશ્વરવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ [ગણાતી] હતી. દાઉદ તેમ જ આબ્શાલોમ એ બન્‍નેની નજરમાં અહિથોફેલની બધી સલાહ એવી જ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હવે તે દિવસોમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે કોઈએ ઈશ્વરવાણી સાંભળી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ અને આબ્શાલોમ બન્ને અહિથોફેલની સલાહનો આદર કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:23
20 Iomraidhean Croise  

આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.


કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


વળી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “મને હમણાં બાર હજાર માણસ ચૂંટી કાઢવા દો, એટલે હું ઊઠીને આજે રાત્રે દાઉદની પાછળ પડું.


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે, તેઓના હાથતી તેમનાં [ધારેલાં] કાર્યો થઈ શકતાં નથી.


યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.


હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ મારા હાથ જોડું છું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળો.


મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે! તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


જ્ઞાનીઓ લજ્જિત થયા છે. તેઓ ભયભીત થયા છે, તથા પકડાઈ ગયા છે. જુઓ, યહોવાના વચનનો તેઓએ ઇનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?


અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”


તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિષે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે.


અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


દાઉદે યહોવાની સલાહ પૂછી, “જો હું એ ટુકડીની પાછળ પડું, તો શું હું તેને પકડી પાડી શકીશ?” તેણે તેને ઉત્તર આપ્યો, “પાછળ પડ; કેમ કે નક્કી તું [તેઓને] પકડી પાડીશ, ને બેશક [બધું] પાછું મેળવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan