૨ શમુએલ 16:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રાજાએ કહ્યું, “હે સરુયાના દિકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે, ‘દાઉદને શાપ આપ;’ તો એવું કોણ કહી શકે કે તેં એમ કેમ કર્યું છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 રાજાએ સરુયાના પુત્રો એટલે, અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “એ તમારું કામ નથી. જો તે પ્રભુના કહ્યા પ્રમાણે શાપ આપતો હોય તો આપણને પૂછવાનો શો અધિકાર?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે ‘દાઉદને શાપ આપ.’ તેથી કોણ કહી શકે કે, ‘તું શા માટે રાજાને શાપ આપે છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ10 પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?” Faic an caibideil |
વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.
તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,