Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 દાઉદ રડતો જૈતુન [પર્વત] ના ઢોળાવ પર ચઢ્યો; તેનું માથું ઢાંકેલું હતું, ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું, ને તેઓ રડતા રડતા ઉપર ચઢ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 દાઉદ જૈતૂનના પર્વતો પર રૂદન કરતો કરતો ચડવા લાગ્યો, શોકને કારણે તેણે માંથું ઢાંકેલું રાખ્યું હતું અને તેના પગ ઉઘાડા હતા, તેની સાથેના બધાં માંણસો પણ ઢાંકેલા માંથે રૂદન કરતાં કરતાં ચડતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:30
21 Iomraidhean Croise  

માટે સાદોક તથા અબ્યાથાર ઈશ્વરનો કોશ પાછો યરુશાલેમમાં લઈ ગયા; અને તેઓ ત્યાં રહ્યા.


રાજાએ પોતાનું મુખ ઢાંક્યું, ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, અરે આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું, “તમારા જે ચાકરોએ આજે તમારો જીવ, તમારા દિકરાદીકરીઓના જીવ, તમારી પત્નીઓના જીવ, ને તમારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે બધાંનાં મુખને આજે તમે લજ્જિત કર્યા છે;


મોર્દખાય રાજાના દરવાજા આગળ પાછો આવ્યો. પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલદી જતો રહ્યો,


મારાં આંસુ રાતદિવસ ‍ મારો આહાર થયાં છે; તેઓ આખો દિવસ મને કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.


નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”


તમારા ફેંટા તમારાં માથાં પર, ને તમારાં પગરખાં તમારા પગમાં હશે. તમે શોક કે રુદન કરશો નહિ, પણ તમે તમારા દુરાચારમાં ઝૂરીઝૂરીને મરશો, ને એકબીજાની સામે [જોઈને] વિલાપ કરશો.


તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે.


જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.


તે બેથફગે તથા બેથાનિયા પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે તેમણે શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા,


તે નજીક, જૈતૂન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો,


તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું,


દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતા હતા; અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતા હતા.


બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા.


વિશ્રામવારની મુસાફરી જેટલે છેટે યરુશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.


Lean sinn:

Sanasan


Sanasan