Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, “ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તલવારથી હુમલો કરી નગરનો નાશ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:14
12 Iomraidhean Croise  

યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.


રાજાના સેવકોએ રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કંઈ સારું લાગે તે કરવાને તમારા સેવકો તૈયાર છે.”


અને આબ્શાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિષે તમે એક શબ્દ પણ કેમ બોલાતો નથી?”


અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.


તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.


વળી સરદારે લોકોના વારસા લઈ લઈને તેઓને તેઓના વતનમાંથી કાઢી મૂકવા નહિ. તેણે પોતાના પુત્રોને પોતાના વતનમાંથી જ વારસો આપવો. જેથી મારા લોકો પોતપોતાના વતનમાંથી વખેરાઈ ન જાય.”


અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે.


વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan