Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોહમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:12
26 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


આબ્શાલેમ તથા ઇઝરાયલના બધા લોકો યરુશાલેમમાં આવ્યા, અહિથોફેલ પણ તેની સાથે હતો.


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


માકાથીના દિકરા અહાસ્બાયનો દિકરો અલીફેલેટ, અહિથોફેલ ગિલોનીનો દિકરો અલીઆમ;


તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોના પ્રમુખ સ્થાને બેસાડ્યો.


તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું, “ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોની આગળ પ્રમુખસ્થાને બેસાડજો.


અહિથોફેલ રાજાનો મંત્રી હતો. હૂશાય આર્કી રાજાનો મિત્ર હતો.


પણ, હે યહોવા, તમે મારા પર દયા કરો, અને મને ઉઠાડો કે, હું તેઓનો પ્રતિકાર કરું.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!


શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”


અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં સાત બળદ તથા સાત ઘેટા મારે માટે તૈયાર કર.”


અને તેણે બલામને સોફીમની સીમમાં પિસ્ગાના શિખર પર લાવીને સાત વેદીઓ બાંધી, ને‍ પ્રત્યેક વેદી પર એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો.


અને જેમ બલામે કહ્યું હતું તેમ કરીને બાલાકે પ્રત્યેક વેદી પર એક બળદનો તથા એક ઘેટાનો હોમ કર્યો.


આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.]


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


તથા ગોશેન તથા હોલોન તથા ગીલોહ; અગિયાર નગરો તેઓનાં ગામો સહિત.


Lean sinn:

Sanasan


Sanasan