Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આથી, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, અને તેઓ કહે છે, ‘જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર કે, જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ, ને એમ વારસનો પણ નાશ કરીએ:’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, ‘જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.’ આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હવે માંરાં સગાં સંબંધીઓ તથા આખું કુટુંબ માંરી વિરુદ્ધ થઈ ગયાં છે, અને તેઓ એવી માંગણી કરે છે કે, ‘હું માંરો જીવતો રહેલો પુત્ર તેઓને સોંપું, જેથી તેઓ ભાઈનો જીવ લેવા બદલ તેનો જીવ લઈ લે. અને તેના વંશનો અંત આણે.’ જો તેઓ એમ કરે તો માંરો બાકી રહેલો અંગારો પણ બુઝાઈ જાય, અને માંરા પતિનું આ ધરતી ઉપર નામનિશાન કે વારસ ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:7
9 Iomraidhean Croise  

તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે, ને તેને તેં જે કર્યું છે તે તે વીસરી જાય, ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ; એક જ દિવસે તમ બન્‍નેથી હું કેમ વિયોગી થાઉં?”


જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.”


તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો ઊઠીને તેની પાસે [ઊભા રહ્યા] , પણ તે ઊઠ્યો નહિ. તેમજ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહિ.


તમારી દાસીને બે દિકરા હતા, તે બન્‍ને ખેતરમાં લડી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો.


રાજાએ તે સ્‍ત્રીને કહ્યું, “તું તારે ઘેર જા, ને તારા વિષે હું હુકમ કરીશ.”


લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.


પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’


અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.


Lean sinn:

Sanasan


Sanasan