Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:25
11 Iomraidhean Croise  

અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.


પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શેતાને અયૂબના [શરીરમાં તેના] પગના તળિયાથી તે તેના [માથાની] તાલકી સુધી ગૂંમડાનું દુ:ખદાયક દરદ ઉત્પન્ન કર્યું.


લાવણ્ય ઠગારું છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્‍ત્રી વખાણ પામશે.


પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.


જેમની કમરો પર કમરબંધ બાંધેલા હતા, ને તેમનાં માથાં પર રંગિત શિરપેચ હતા. દેખાવમાં તેઓ સર્વ રાજવંશીઓ જેવા હતા, એટલે જેમની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલવાસીઓ જેવા હતા.


જે છોકરાઓમાં કંઈ ખોડખાંપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્‍ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, ને રાજ્યમહેલમાં ઊભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી.”


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંના હાડકાંએ તથા દરેક અશુદ્ધપણાએ ભરેલી છે.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


તારા પગના તળિયાથી તે માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવા તને ઘુંટણોમાં તથા પગોમાં મારશે.


પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’


તેને શાઉલ નામનો એક પુત્ર હતો, તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇઝરાયલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan