Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 રાજાએ પૂછ્યું, “શું આ સર્વ કામમાં યોઆબનો હાથ તારી સાથે છે?” તે સ્‍ત્રીએ ઉત્તર આપ્યો, “મારા મુરબ્‍બી રાજા, તમારા જીવના સમ કે, જે કંઈ મારા મુરબ્બી રાજા બોલ્યા છે તેથી જમણી કે ડાબી બાજુ કોઈ ફરી શકતું નથી, કેમ કે તમારા ચાકર યોઆબે મને આજ્ઞા આપી, ને તેણે આ સર્વ વાતો તમારી દાસીના મોંમાં મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 રાજાએ કહ્યું, “આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?” તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, “મારા માલિક રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો માલિક રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?” સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:19
22 Iomraidhean Croise  

ઉરિયાએ દાઉદને કહ્યું, “કોશ, ઇઝરાયલ તથા યહૂદા રાવટીઓમાં રહે છે; અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્‍લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે. તો શું હું ખાવાપીવા, તથા મારી પત્નીની સાથે સૂવા મારે ઘેર જાઉં? આપના તથા આપના જીવના સમ, હું એ કામ કરનાર નથી.”


ત્યારે રાજાએ તે સ્‍ત્રીને કહ્યું, “જે કંઈ વાત હું તને પૂછું, તેમાંનું કંઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહિ.” તે સ્‍ત્રીએ કહ્યું, “બોલો ત્યારે, મારા મુરબ્‍બી રાજા.”


અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર.” શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું.


એ હુકમ નહિ [માનીને] જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત, (ને રાજાથી છાની એવી કોઈ વાત નથી) તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત.”


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


તારા હાથ બંધાયા ન હતા, કે તારા પગમાં બેડીઓ નખાઈ ન હતી; દુષ્ટ માણસોથી કોઇ માર્યો જાય, તેની જેમ તું માર્યો. સર્વ લોકોએ ફરીથી તેની [કબર] પર શોક કર્યો.


અને એલિયાએ એલિશાને કહ્યું, “કૃપા કરીને તું અહીં થોભ; કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે.” એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” એમ તેઓ બેથેલ ગયા.


અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજેલ અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.


જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.


કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રક્ષાવાડીઓમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રાક્ષાવાડીઓમાં થઈને અમે નહિ ચાલીએ, ને કૂવાઓનું પાણી પણ નહિ પીએ. અમે રાજમાર્ગે ચાલીશું, અને તારી સરહદ ઓળંગતાં સુધી અમે જમણી કે ડાબી બાજુએ નહિ ફરીએ.”


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].


માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


હાન્‍નાએ કહ્યું, “ઓ મારા મુરબ્‍બી, તારા જીવના સમ, મારા મુરબ્‍બી, જે સ્‍ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઊભી રહેલી તે હું છું.


જ્યારે શાઉલે દાઉદને એ પલિસ્તી સામે લડવા જતાં જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પૂછ્યું, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહ્યું, “હે રાજા તારા જીવના સમ, હું જાણતો નથી.”


દાઉદે વળી સોગન ખાઈને કહ્યું, “હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારા પિતા સારી રીતે જાણે છે; માટે તે કહે છે, ‘યોનાથાન એ ન જાણે, રખેને તે દુ:ખી થાય.’ પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, ખરેખર, મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે.”


માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તમારા જીવના સમ ખાઈને કહું છું કે, યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે; તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan