Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:14
31 Iomraidhean Croise  

ત્યારે દાઉદે સંદેશાવાહકને કહ્યું, “તું યોઆબને એમ કહેજે કે, એથી તું દુ:ખી ન થતો, કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે જ; નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર; અને તું તેને હિમ્મત આપજે.”


માટે હવે મારા મુરબ્બી રાજાને એ વાત કહેવા હું આવી છું, એનું કારણ એ કે લોકોએ મને બીવડાવી છે; એટલે મને થયું કે, હવે હું રાજાની સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળીભૂત કરે.


અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ, પણ તે સદાને માટે નહિ.’”


શું મરેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યત વાટ જોવત.


કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.


તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે, અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય.


તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.


શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?


તેઓએ તેઓનું રક્ત યરુશાલેમની આસપાસ પાણીની જેમ વહેવડાવ્યું છે; અને તેઓને દાટનાર કોઈ મળ્યો નહિ.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો; અને કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”


પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર [કોઇને] સોંપે, તો તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ.


જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.


કેમ કે પ્રભુ કદી પણ કાઢી મૂકશે નહિ.


પ્રભુ યહોવા કહે છે, શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં [હુ વિશેષ રાજી] ન થાઉં?


અને મારી વિરુદ્ધ જે ઉલ્‍લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તેઓ કબૂલ કરશે, ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઊલટા ચાલ્યા.


આ છ નગરો ઇઝરાયલીઓને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય; એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય.


અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે. અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે.


કેમ કે પ્રમુખયાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્યઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


ત્યારે પિતરે વાત શરૂ કરતાં કહ્યું, “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી.


કેમ કે ઈશ્વરની પાસે પક્ષપાત નથી.


કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.


Lean sinn:

Sanasan


Sanasan