Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે તેણે કહ્યું, “રાજા કૃપા કરીને પોતાના ઈશ્વર યહોવાનું સ્મરણ કરે, કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહિ તો તેઓ મારા દીકરાનો નાશ કરશે.” રાજાએ કહ્યું, “જીવતા યહોવાના સમ, તારા દિકરાનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.” રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:11
18 Iomraidhean Croise  

અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;


જો તું મારી દીકરીઓને દુ:ખ આપે, અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી પાસે જે છે તે માણસ નથી, જો, મારી ને તારી વચ્ચે ઈશ્વર સાક્ષી છે.”


રાજાએ કહ્યું, “જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે, ને તે ફરીથી તને અડકશે નહિ.”


ત્યારે તે સ્‍ત્રીએ કહ્યું, “કૃપા કરીને તમારી દાસીને મારા મુરબ્બી રાજા, આગળ એક વાત કહેવા દો.” રાજાએ કહ્યું, “બોલ.”


રાજાએ યોઆબને કહ્યું, “હવે જો, મેં એમ તો કર્યું છે; માટે જઈને જુવાન આબ્શાલોમને પાછો તેડી લાવ.”


સુલેમાને કહ્યું, “જો તે લાયક વર્તણૂક બતાવશે, તો તેનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.”


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.


અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.


અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે, તો તેને માથે ખૂનનો દોષ ન બેસે,


અને તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે.


માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક ખાઓ, કેમ કે એ તમારા રક્ષણને માટે છે. કારણ કે તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી.”


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.


ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, આપણ બન્‍નેએ યહોવાને નામે સમ ખાધા છે કે, મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું.” પછી તે ઊઠીને વિદાય થયો; અને યોનાથાન નગરમાં ગયો.


ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, કંઈ પણ નુકસાન થશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan