Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેણે આમ્નોનને કહ્યું, “હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહિ કહે?” આમ્નોને તેને કહ્યું, “મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યોનાદાબે આમ્નોનને પૂછયું, “રાજકુંવર, તું રોજ રોજ સુક્તો કેમ જાય છે? મને કહે તો ખરો.” તેણે જવાબ આપ્યો, “હું મારા સાવકા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યોનાદાબે આમ્નોનને કહ્યું કે, “હે રાજકુંવર, તું દરરોજ કેમ દુઃખી રહે છે? શું તું મને નહિ કહે?” તેથી આમ્નોને તેને ઉત્તર આપ્યો, “હું મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?” ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:4
11 Iomraidhean Croise  

પણ દાઉદના ભાઈ શિમયાનો યોનાદાબ નામે દિકરો આમ્નોનનો મિત્ર હતો; અને આ યોનાદાબ ઘણો પાક્કો માણસ હતો.


યોનાદાબે તેને કહ્યું, “તારા પલંગ પર સૂઈ જઈને માંદો હોવાનો ઢોંગ કર; અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્‍ન આપે, ને મારા જોતાં રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો.’”


પણ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું, “તમારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે, તમે રોટલી પણ ખાતા નથી?”


અને તેની પત્ની ઇઝબેલે તેને કહ્યું “તમે ઇઝરાયલનું રાજ ચલાવો છો કે નહિ? ઊઠો, ને રોટલી ખાઓ, ને મનમાં મગ્ન થાઓ; હું તમને યિઝ્‍એલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ.”


તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.


તેઓએ ધિક્કારપાત્ર કર્મ કર્યું હતું, તે છતાં તેઓ શું શરમિંદા થયા? ના, તેઓ જરા પણ શરમિંદા થયા નહિ, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તે માટે તેઓ પડનારાઓ ભેગા પડશે. જ્યારે હું તેમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય.


અને જો કોઈ પુરુષ પોતાની બહેનને, એટલે પોતાના પિતાની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે, ને તેની લજ્જા જુએ, ને પેલી પેલાની લજ્જા જુએ, તો તે લજ્જાકારક કૃત્ય છે; અને તેઓ પોતાના લોકોનાં સંતાનોના દેખતાં નાશ પામે; તેણે પોતાની બહેનની આબરૂ લીધી છે; તેનો અન્યાય તેને માથે.


ખંતથી ભૂંડું કરવા માટે તેઓના બન્‍ને હાથ ચપળ છે. અમલદાર તથા ન્યાયાધીશ લાંચ માગે છે. અને મોટો માણસ પોતાના મનમાંનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. એમ તેઓ ભેગા થઈને ગોટાળો વાળે છે.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


Lean sinn:

Sanasan


Sanasan