Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ દાઉદના ભાઈ શિમયાનો યોનાદાબ નામે દિકરો આમ્નોનનો મિત્ર હતો; અને આ યોનાદાબ ઘણો પાક્કો માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, તે કુંવારી હતી. પણ દાવિદના ભાઈ શામ્માનો પુત્ર યોનાદાબ આમ્નોનનો મિત્ર હતો. તે યુક્તિબાજ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:3
21 Iomraidhean Croise  

હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”


અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો.


અને તે સ્‍ત્રીની પાસેથી બાનાની ચીજો લેવા માટે યહૂદાએ પોતાના મિત્ર અદુલ્લામની હસ્તક બકરીનું બચ્‍ચું મોકલ્યું; પણ તે તેને ન મળી.


આમ્મોન પોતાની બહેન તામાર માટે એટલો બધો મોહાંધ થઈ ગયો કે તે માંદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી, અને તેને કંઈ પણ કરવું તે આમ્મોનને મુશ્કેલ લાગ્યું.


દાઉદના ભાઈ શિમયાના પુત્ર યોનાદાબે [રાજાને] કહ્યું, “મારા મુરબ્બીએ એવું ન ધારવું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે, માત્ર આમ્નોન મરણ પામ્યો છે. જે દિવસે તેણે આબ્શાલોમની બહેન પર બળાત્કાર કર્યો, ત્યારથી તેણે કરેલા નિશ્ચય પ્રમાણે આ થયું છે.


તેણે આમ્નોનને કહ્યું, “હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહિ કહે?” આમ્નોને તેને કહ્યું, “મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.”


અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્‍ત્રીને તેડાવીને તેને કહ્યું, “કૃપા કરીને તું શોક પાળનારનો વેષ ધારણ કરીને, ને શોકનાં વસ્‍ત્ર પહેરીને, તારે અંગે તલ ન લગાડતાં મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાળનાર સ્‍ત્રીના જેવી થા.


તેણે ઇઝરાયલનો તિરસ્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમાયના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.


યિશાઈથી તેનો જ્યેષ્ઠપુત્ર અલિયાબ, બીજો અબિનાદાબ, ત્રીનો શીમઆ;


વળી દાઉદના કાકા યોનાથાન મંત્રી હતા, તે સમજુ પુરુષ હતા, ને ચિટનીસ હતા, હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.


તેમ છતાં હામાન ગમ ખાઈને ઘેર આવ્યો. તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની પત્ની ઝેરેશને બોલાવ્યાં.


માટે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું, “પચાસ હાથ ઊંચી એક ફાંસી તૈયાર કરાવો, અને સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસી આપવી જોઈએ. પછી આનંદે તમે રાજાની સાથે મિજબાનીમાં જજો.” એ વાત હામાનને યોગ્ય લાગી. અને [તેમના કહેવા પ્રમાણે] તેણે ફાંસી [ઊભી] કરાવી.


અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”


ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે; અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”


એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ તે ઐહિક, વિષયી તથા શેતાની છે.


પણ સામસૂણો એક સાથી કે જેણે તેની પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને તેની પત્ની [આપવામાં] આવી.


પછી શમુએલે યિશાઈને પૂછ્યું, “શું તારા સર્વ દીકરા અહીં છે?” તેણે કહ્યું. “નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ, તે ઘેટાં ચારે છે.” અને શમુએલે યિશાઈને કહ્યું, “માણસ મોકલીને તેને તેડી મંગાવ; કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે [જમવા] નહિ બેસીએ.”


પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan